ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ગુરુવાર,, 26 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. આ બોર્ડ પરીક્ષામાં લગભગ 15.28 લાખ વિદ્યાર્થીઓ સામેલ થશે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 16 માર્ચે પૂર્ણ થશે.